<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

કેશોદ ગજાનન ગ્રુપની મહિલાઓ દ્વારા ગણેશોત્‍સવ નિમિતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનું સમાપન

સમસ્‍ત બ્રહ્મસમાજ કેશોદ દ્વારા વ્‍યાસપીઠ બીરાજમાન શાષાી બિરજુ પ્રસાદ ઉપાધ્‍યાયનું સન્‍માન

( સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૬ :  કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં આવેલ બગીચા નજીક અદાણી પરા, શેરી નંબર ૪ માં ગજાનન ગ્રુપની મહિલા મંડળ દ્વારા ગણેશોત્‍સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ.

 આ જ્ઞાનયજ્ઞના વક્‍તા તરીકે શાષાી બીરજુ પ્રસાદ એસ. ઉપાધ્‍યાય નું સમસ્‍ત બ્રહ્મ સમાજ કેશોદ ના પ્રમુખ રાજુભાઈ પંડ્‍યા ટ્રસ્‍ટી જયેશભાઈ દવે અગ્રણી આગેવાનો ફુલ્લભાઈ પંડ્‍યા, રામજીભાઈ મોકરીયા, જયેશભાઈ વ્‍યાસ દ્વારા શાલ ઓઢાડી ખેસ પહેરાવી હર હર મહાદેવના નાદ સાથે સન્‍માન કર્યું હતું.

તારીખ આઠમી સપ્‍ટેમ્‍બર ના રોજ શરૂ થયેલી કથાની પૂર્ણાહુતિ તારીખ ચૌદમી સપ્‍ટેમ્‍બરના રોજ થયેલી છે તે પહેલાં કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ આયોજીત કરવામાં આવતાં મોટી સંખ્‍યામાં ભાવિક ભાઈઓ બહેનો જોડાયા હતા. આ વિવાહ પ્રસંગે ભગવાનના સામૈયા વખતે ભાવિકોએ સંગીતના સથવારે રાસ ગરબા લીધા હતાં અને ભગવાનનો જયઘોષ કરતાં વાતાવરણ ભક્‍તિમય બન્‍યું હતું. આ ગણેશોત્‍સવ દરમ્‍યાન આયોજીત કથા રસપાન દરમ્‍યાન કપિલ જન્‍મ, નળસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, રામ જન્‍મોત્‍સવ, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન ઉત્‍સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, શ્રી હૂંડી સહિતના ઈશ્વરના પ્રાગટય અને સાંસ્‍કળતિક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્‍યાં હતા. આ કથા પ્રસંગ સફળ બનાવવા મહિલા મંડળના યોગીતાબેન અને અનીતાબેન સહિતના મહિલા સદસ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સંગીતમય શૈલીમાં શાષાી બીરજુપ્રસાદ એસ ઉપાધ્‍યાય ના મુખેથી મધુર વાણી સાંભળી યજમાન પરિવાર સહિત સૌ રહીશો ભાવિકો ભક્‍તો એ ધન્‍યતા અનુભવી હતી.

(1:31 PM IST)