News of Monday, 16th September 2024
વેરાવળ લોહાણા બોર્ડીંગમાં રઘુવંશી સમાજનો હજારો ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ
પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ લોકપ્રિય કલાકારો સૌથી મોટું સ્ટેજ : શીસ્તબધ્ધ આયોજન ભાઈઓ બહેનો વડીલો માટે બેસવાની સુંદર વ્યવસ્થા : ૧૭ વર્ષથી જલ્યાણ ગ્રુપ ચેરમેન લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડનું સફળ આયોજન : તા.૩ થી ૧૨ ઓકટોમ્બર લોહાણા બોર્ડીંગના વિશાળ ગ્રાઉન્ડમાં જીલ્લાનું સૌથી મોટું આયોજન : પુરી સુરક્ષા, હજારો વોલ્ટની અદ્યતન સાઉન્ડ સીસ્ટમમાં રઘુવંશી ખેલૈયાઓ માતાજીની આરાધના કરશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: વિશ્વનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રીને ઉજવવા માટે ગીર સોમનાથ જીલ્લાના સૌ થી મોટા મહાજન વેરાવળમાં ૧૦ દિવસ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયેલ છે ૧૫ હજારથી વધારે વસ્તી લોહાણા જ્ઞાતિ રઘુવંશી પરીવારની શહેરમાં છે ત્યાં લોહાણા બોર્ડીંગના વિશાળ ગ્રાઉન્ડમાં ગુરૂવાર થી હજારો રઘુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવમાં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ લોકપ્રિય કલાકારો, સહીત અનેક વ્યવસ્થાઓ સાથે ૧૭ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાથ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં ૧૦ દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે.
વેરાવળ શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલ લોહાણા બોર્ડીગના વિશાળ ગ્રાઉન્ડમાં જલ્યાણ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪નું ભવ્ય આયોજન કરાયેલ છે ૧૭ વર્ષથી જલ્યાણ ગ્રુપના ચેરમેન તરીકે સેવા બજાવતા તેમજ લોહાણા મહાજન પ્રમખ દીપક કકકડે જણાવેલ હતું કે ભારતીય સંસ્કળતિ અને પરંપરાને અનુસરી ન નવરાત્રી નું ભવ્ય આયોજન થઈ રહેલ છે હજારો લોહાણા જ્ઞાતિજનો દરરોજ માતાજીના સ્વરૂપમાં રમતી બાળાઓના દર્શન કરવા આવી પહોચે છે સૌથી સુરક્ષીત સીકયુરીટી સાથે આ નવરાત્રી મહોત્સવ વડીલોએ શરૂ કરેલ હતો તેની પરંપરા આજે પણ સાચવી રાખેલ છે રમવા આવતા ખૈલેયાઓ તેમજ જ્ઞાતિજનો પાસેથી કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી તમામને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે વર્ષોથી લોહાણા જ્ઞાતિ પરીવારો ૧૦ દિવસ એક સાથે અદભુત પુર્વક વાતાવરણ હોય છે. હળી મળીને રહે છે ત્યારે પરીવાર જેવું ખુબજ સૌથી મોટો ઉત્સવ ૧૦ દિવસ માતાજીના આરાધના પ્રાર્થના કરવા માટે ગ્રાઉન્ડ ની અંદર સૌ સાથે મળીને આરતી કરે છે આટલો મોટો ધાર્મિક ઉત્સવ લોહાણા જ્ઞાતિ પરીવારના આર્શિવાદ થી ઉજવાય છે દરવર્ષે કંઈક નવું મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે આ દસે દસ દિવસ બાળકો માટે સુંદર આયોજન કરાઈ છે દરરોજ લ્હાણી આપવામાં આવે છે.
પ્રખ્યાત સ્વર મ્યુઝીકલ ગ્રુપ ના કલાકારો દિનેશ ચુડાસમા, હર્ષાબેન ગોંડલીયા,જીજ્ઞાશા વાજા,લક્ષમણભાઈ ચુડાસમા,દશરથભાઈ ચુડાસમા સહીતના કલાકારો તેમજ મ્યુઝીક ટીમ ખેલેયાઓને દરરોજ થનગનાટ કરવા માટે સૌથી મોટી તૈયારી કરેલ છે.
કેન્દ્ર, રાજય સરકારના વહીવટી,પોલીસ તંત્ર નગરપાલિકા સહીત અનેક રાજકીય પદાધિકારીઓ દ્વારા સહકાર આપવામાં આવે છે ગીર સોમનાથ જીલ્લા સહીત અનેક શહરોમાંથી લોહાણા જ્ઞાતિ પરીવારો નવરાત્રી માણવા ઉમટી પડે છે.
વધુમાં દીપક કકકડે જણાવેલ હતું કે ૩૦ વર્ષથી લોહાણા જ્ઞાતિ રઘુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવ સૌથી મોટા ગ્રાઉન્ડમાં યોજાય છે તેનો સૌથી વધારે શ્રેય લોહાણા બોર્ડીંગના ટ્રસ્ટીશ્રીઓ ગળહપતિ, બાળકો સૌથી વધારે સાથ સહકાર આપી રહેલ છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
