News of Monday, 16th September 2024
જામનગરમાં શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા સેવાકાર્ય

જામનગરઃ ગણેશ ઉત્સવ દરમિયાન કળષ્ણનગર -૪, આઝાદ ચોકમાં આવેલા શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા આઝાદ ચોકમાં છેલ્લા ૧૭ વર્ષથી ઉજવાય છે. શનિવારે રાત્રે મોટી સંખ્યામાં લાડુ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫,૫૫૧ લાડુ ગણપતિજીને ધરાવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૪૫૦૦ જેટલા લાડુ ગાયોને પણ ખવડાવવામાં આવ્યા છે. શનિવારે રાતથી જ સ્થાનિકો દ્વારા સૌ કોઈએ સાથે મળી ચૂરમાના લાડુ બનાવ્યા હતા અને આ તકે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ લાડવા બનાવવામાં જોડાયા હતા. રવિવારે રાત્રે મહા આરતી યોજાઈ હતી અને ત્યારબાદ પ્રસાદ સ્વરૂપે આ લાડવાનું વિતરણ કરાયું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
