<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પોરબંદરના જયાબેન ઓડેદરા કેબીસીમાં અમિતાભ સાથે હોટ સીટમાં જોવા મળશે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ :.. અમિતાભ બચ્‍ચનનો વિશ્વ વિખ્‍યાત શો કૌન બનેગા કરોડપતિ કેબીસીમાં પોરબંદર જિલ્લાના શીશલી ગામની ખેડૂત પુત્રી જયાબેન ઓડેદરાની પસંદગી થતા સમગ્ર પોરબંદર વિસ્‍તારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

પોરબંદર નજીકના શીશલી ગામે પિતાના ખેતી વ્‍યવસાયમાં મદદ કરતા કરતા કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરનો અભ્‍યાસ પૂર્ણ કરી હાલ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી જયાબેન ઓડેદરાએ અમિતાભ બચ્‍ચન દ્વારા ચલાવવામાં આવતા કેબીસી કૌન બનેગા કરોડપતિ શો માં એપ્‍લિકેશન કરી હતી. આ શોમાં તેમના તમામ ક્રાઇટેરિયા પાસ કરીને અને ફાઈનલ શો માટે પસંદગી થતા હવે આગામી તા. ૧૯ના રોજ રાત્રે ૯ વાગ્‍યે અમિતાભ બચ્‍ચન સાથે હોટ સીટ પર આવીને પોતાના નોલેજનો પરિચય આપશે.

પોરબંદર વિસ્‍તારમાંથી એક ખેડૂત પુત્રી તરીકે  વિશ્વ વિખ્‍યાત શો માટે પસંદગી થવા બદલ જયાબેન ઓડેદરાને નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ અભિનંદન આપી ફાઈનલ શોમાં ખૂબ પ્રગતિ કરી ઉચ્‍ચ લક્ષ્ય પ્રાપ્ત કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવી છે.

પોરબંદર વિસ્‍તારનું ગૌરવ વધારનાર જયાબેન ઓડેદરાને આગામી તા. ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ રાત્રે ૯  વાગ્‍યે કૌન બનેગા કરોડપતિમાં લાઈવ જોવા લાખણશીભાઇએ  પોરબંદરની જનતાને એક યાદીમાં અપીલ કરી છે.

(2:07 PM IST)