<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પોરબંદર અટલ ભવનના ઉદઘાટનની તખતીમાં રામભાઇ મોકરીયાનું નામ ભૂલાયું !!!

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: કેન્‍દ્રીય જળશકિત મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલના હસ્‍તે જીલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. પરંતુ અટલ ભવનના ઉદઘાટનની તખતીમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નામ જોવા નહી મળતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

જીલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનના ઉદઘાટનની આમંત્રણ પત્રિકામાં રાજયસભાના સાંસદ તરીકે રામભાઇ મોકરીયાનું નામ દર્શાવ્‍યું છે. પરંતુ અટલ ભવનના ઉદઘાટનની તખતીમાં દર્શાવેલા કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોના નામ સાથે રામભાઇ મોકરીયાનું નામ મુકવાનું કેમ ભુલાઇ ગયું? તે અંગે અનેક ચર્ચા થઇ રહી છે.

(2:01 PM IST)