<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

બેટી રામપરાની નદીમાંથી અજાણ્‍યા યુવાનની કોહવાયેલી લાશ મળીઃ માત્ર ચડ્ડી પહેરી છે

આશરે ત્રીસથી ચાલીસ વર્ષના યુવાનની ઓળખ મેળવવા એરપોર્ટ પોલીસની તપાસઃ મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ  તા. ૧૬: કુવાડવા નજીકના બેટી રામપરા ગામે આવેલી નદીમાંથી રવિવારે અજાણ્‍યા પુરૂષનો કોહવાયેલો ફુલાઇ ગયેલો મળતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ અજાણ્‍યા પુરૂષે માત્ર ચડ્ડી પહેરેલી છે. બનાવ આત્‍મહત્‍યાનો છે, આકસ્‍મિક છે કે પછી અન્‍ય કોઇ રીતે મોત થયું? તે જાણવા પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ   બેટી રામપરા ગામનાં સરપંચ, વિજયભાઈએ બેટી નદીમાં અજાણ્‍યા પુરૂષનો મળતદેહ તરતો હોવાની જાણ કરતાં એરપોર્ટ પોલીસનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી મળતદેહ બહાર કાઢી સ્‍થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે  સિવીલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્‍યું કે મૃતકની ઉમર આશરે ૩૦ થી ૪૦ ર્ષ્‍વાની છે. મળતદેહ કોહવાઈ ગયો છે. મૃત્‍યુ પામનાર અજાણ્‍યા પુરૂષે માત્ર કાળા રંગની ચડ્ડી પહેરેલી છે. તેની ઓળખ મળે તેવી એક પણ વસ્‍તુ મળી નથી. મળતદેહ કોહવાઈ ગયો હોવાથી  કઈ રીતે મોત થયું છે તે સ્‍પષ્ટ થયું નથી. આવતીકાલે ફોરેન્‍સિક નિષ્‍ણાંત તબીબો પોસ્‍ટમોર્ટમ કરે પછી જ મોત પાછળનું ચોકકસ કારણ બહાર આવશે.

તસ્‍વીરમાં દેખાતાં મૃતકની કોઇને માીહતી હોય તો એરપોર્ટ પોલીસનો ફોન ૬૩૫૯૬ ૨૮૭૯૯, ૯૪૨૮૦ ૭૭૮૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ તપાસ પીએસઆઇ એસ. ટી. મહેશ્વરી કરી રહ્યા છે. (૧૪.૬)

 

(5:05 PM IST)