News of Monday, 16th September 2024
ભાદર અને કરમાળ ડેમના દરવાજા ખોલાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
કોટડાસાંગાણી તાલુકાના બગદાડીયા, કરમાળ કોટડા, પીપળીયા, વાદીપરા, દેતડીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા અપીલ

રાજકોટ : ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-૧ ડેમના ૨ દરવાજા હાલ ૦.૪૫ મીટર તથા કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે આવેલ કરમાળ સિંચાઈ યોજના નંબર - ૧૫૫ કરમાળ ડેમનો ૧ દરવાજો ૦.૦૭૬ મીટર ખોલાયા હોવાથી ભાદર-૧ ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભૂખી, ઉમરકોટ, વેગડી, ગોંડલ તાલુકાના ભંડારીયા,ખંભાલીડા, મસીતાળા, નવાગામ, નીલાખા, જામકંડોરણા તાલુકાના ઈશ્વરીયા, તરવડા અને જેતપુર તાલુકાના દેરડી, જેતપુર, કેરાળી,ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, નવાગઢ,પાંચ પીપળા, રબારીકા, સરધારપુર અને વાડાસડા તેમજ કરમાળ ડેમની હેઠવાસમાં આવેલા કોટડાસાંગાણી તાલુકાના બગદાડીયા, કરમાળ કોટડા, પીપળીયા, વાદીપરા, દેતડીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ ફલડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
