<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ઉનાના ભીંગરણી અને મોઠામાં જુગાર દરોડાઃ ૬૧૪૦૦ રોકડ સાથે ૨૦ ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૭: તાલુકાના ભિંગરણ અને મોઠા ગામે રૂપિયાની હારજીતનો જુગાર રમતા શખ્‍સોને કુલ રૂપિયા ૬૧૪૦૦ સાથે પોલીસ પકડી લીધા હતા.

ઉના તાલુકાના ભિંગરણ ગામની અલદ નામની સીમમાં નવા બંદર મરીન પોલીસ સ્‍ટેશનના પોલીસ રવિરાજસિહ જીતેન્‍દ્ર બારડ અને સંદીપ વલ્લભ ભાઈ ઝનકાત અને સ્‍ટાફે જુગાર અગે રેડ કરતા જાહેર માં રૂપિયાની હાર જીત નો જુગાર રમતા દિનેશ અરજણ ઘોચા, અશ્વિન અરજણ સોલંકી, સંજય નાનું ભાલીયા, ભાણા અરસી મજેઠીયા, સંજય અરજણ મજેઠીયા, મનુ માલા સોલંકી, કાના ભીમ પામક, કાળું ડાયા બાંભણિયા, ભીમજી મકવાણા, ઉકા નથુ મકવાણા, મહેશ ઉકા મકવાણા, ભાણા બાબુ બાંભણિયા, સરમણ નાનું બાંભણિયા રે. તમામ ભિંગરણ તા.ઊના ને રોકડા રૂપિયા ૪૨૩૫૦ સાથે પકડી લીધા હતા અને

ઊના તાલુકાના મોઠા ગામે બ્રહ્મણ શેરી મા રોડ ઉપર ઊના ની પોલીસ શાંતિલાલ વેલા ભાઈ સોલંકી અને દિગ્‍વિજય ભાઈ ગોવિંદ ભાઈ વાંઝાં સ્‍ટાફે રેડ કરતા નિકલું કરશન ગોહીલ, દિનેશ ઘેલું ગોહીલ, દિલીપસિંહ માનભાઈ ગોહીલ, રાવત ભૂરા ભાઈ ગોહીલ, પ્રકાશસિંહ જીલું ભાઈ ગોહીલ, ભાવેશ હામ ભાઈ ગોહીલ રે. તમામ મોઠા તા. ઉનાને રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૭૦૫૦ સાથે પકડી લીધા હતા.

(10:06 AM IST)