<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગોંડલ દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા જુલુસ નિકળ્‍યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલના રાજમાર્ગો પર ગોંડલના ભાઈસાહેબ યુસુફભાઇસાહેબ નોમાની આગેવાનીમાં ઝૂલુસ કાઢેલ હતું આ પ્રસંગે બોટાદ થી સ્‍કાઉટ (બેન્‍ડ ) બોલાવેલ હતું તેઓએ આ ઝૂલુશમાં બેન્‍ડ વગાડી ઝૂલુસની રોનકમાં વધારો કરેલ હતો ઝૂલુસમાં બચ્‍ચાઓ હાથમાં અલગ અલગ બેનર જેવા કે વ્‍યસન મુક્‍તિ, પાણી બચાઓ, જમણનો બગાડના કરો, વળક્ષ વાવો જેવા બેનર સમાજ ને સંદેશો પોહચાડયો હતો. મુલ્લા ફકરુદ્દીનભાઈ, સેક્રેટરી મુલ્લા તાહાભાઈ, પી. આર. ર્કોડિંનેટર યુસફભાઇ શામ, અબ્‍બાસભાઈ સદીકોટ(રાજ પ્રિન્‍ટર્સ ), ફકરુદ્દીનભાઈ શામ, ફોરોઝભાઈ ભારમલ, હુસૈનભાઈ ધનકોટ, શબ્‍બીરભાઈ લાકડાવાલા, ડો. અલીહુસૈનભાઈ વોહરા, શબ્‍બીરભાઈ ચૌહાણ, નુરુદ્દીનભાઈ ત્રિવેદી, મુરતાઝાભાઈ પટેલ, ઝોયેબભાઇ કપાસી, સબ્‍બીરભાઈ ધનકોટ, હુસૈનભાઈ વસઈવાલા, અદનાનભાઈ સદીકોટ, મુસ્‍તુભાઈ પટેલ, ફિરોઝભાઈ ડાલુભાઈએ જેહમત ઉઠાવી હતી. રામગરબાપુ સેવા ટ્રસ્‍ટના જયકરભાઈ ખજૂરવાળા, સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ સલીમભાઇ ચૌહાણ, શિવમ ટ્રસ્‍ટના પ્રમુખ દિનેશભાઈ માધડનું ફુલના હારથી સ્‍વાગત કરેલ હતું.

(11:13 AM IST)