<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

સુરેન્દ્રનગરના કટારીયા ગામના પાટીયા પાસે ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ ૧ હજારની લાંચ લેતા ઝડપાયા

ડમ્પર રોકી એન્ટ્રીના તથા હેરાનગતી નહીં કરવાનાં એક ડમ્પરના રૂ.૫૦૦/- લેખે ત્રણ ડમ્પરના રૂ.૧૫૦૦ ની લાંચની માંગણી કરેલ અંતે ૧ હજાર આપવાનું નક્કી કર્યું અને એસીબી ટીમના હાથે ઝડપાઈ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૭ :            સુરેન્દ્રનગરના કટારીયા ગામના પાટીયા પાસે ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ ૧ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા સનસનાટી મચી ગઇ છે.

                   પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી એક જાગૃત નાગરીકે આરોપી સાજીદખાન અહેમદખાન પઠાણ, ઉ.વ.૫૫, ડ્રીલર હાલ-નાકા કલાર્ક, વર્ગ-૩, ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર અને ગીરીશ હીરાભાઇ ઝાલા, ઉ.વ.૪૭, ધંધો-નોકરી, પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડ સામે લાંચ 

માંગ્યાની ફરિયાદ કરી હતી.

             જેથી એસીબી ટીમે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે, કટારીયા ગામના બોર્ડ પાસે, ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ. જી.સુરેન્દ્રનગર ખાતે છટકું ગોઠવ્યું હતું અને બંનેને ઝડપી લીધા હતા

           ફરીયાદીના ત્રણ ડમ્પર વાહન ખનીજ વહન માટે સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલતા હોય જેથી સાજીદખાન અહેમદખાન પઠાણ અને ગીરીશ હીરાભાઇ ઝાલાએ

ડમ્પર વાહન રોકી એન્ટ્રીના તથા હેરાનગતી નહીં કરવાનાં એક ડમ્પરના રૂ.૫૦૦/- લેખે ત્રણ ડમ્પરના રૂ.૧૫૦૦/- લાંચની રકમની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ ઓછુ કરવા કહેતા રૂ.૧૦૦૦/- આપવાનુ નકકી થયેલ જેથી ફરીયાદીએ આ ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા  હોય એ.સી.બી.નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી  રૂ.૧૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૧૦૦૦ લાંચના નાણાં સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી પકડાઈ ગયા હતા

      આ કામગીરીમાં ટ્રેપીંગ ઓફીસર એમ.એમ.લાલીવાલા,

પોલીસ ઈન્સપેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર અને મોરબી એ.સી.બી.સ્ટાફ તથા 

સુપરવિઝન ઓફીસર  કે.એચ.ગોહિલ ઈ.ચા મદદનીશ નિયામક, રાજકોટ વિભાગ, રાજકોટ જોડાયા હતા.

(1:18 PM IST)