News of Tuesday, 17th September 2024
રામપર બેટી પાસે ‘હિટ એન્ડ રન'માં ઘાયલ થયેલા ૧૪ વર્ષના ઉદયનું મોત
૧૪મીએ ભરડીયેથી સાઇકલ હંકારી સામેના રોડ પર નાસ્તો લેવા જતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયો હતોઃ મકવાણા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: કુવાડવા નજીકના રામપર બેટી પાસે ત્રણ દિવસ પહેલા અજાણ્યા વાહનનો ચાલક ૧૪ વર્ષના બાળકને સાઇકલ સહિત ઉલાળીને ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં ગંભીર ઇજા પામનાર બાળકે આજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ રામપર બેટી નજીક આવેલા બંધ પડેલા ભરડીયા ખાતે રહી ચોકીદારી કરતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં રાજુભાઇ મકવાણાનો દિકરો ઉદય (ઉ.વ.૧૪) તા. ૧૪ના સવારે સાઇકલ હંકારી ભરડીયેથી સામેના રોડ પર આવેલી દૂકાને નાસ્તો લેવા જતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક સાઇકલ સહિત ઠોકરે લઇ ભાગી ગયો હતો. ઉદયને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે મૃત્યુ થતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃત્યુ પામનાર ઉદય ધોરણ-૮માં ભણતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
