News of Tuesday, 17th September 2024
ટંકારાના સજ્જનપર ગામે જુગાર રમતા ૮ શખ્સો પકડાયાઃ ૩.૮૯ લાખની રોકડ કબ્જે
રાજેશ શિણોજીયા તેના મકાનમાં જુગાર રમાડતો‘તોઃ પી.આઇ. વાય.કે.ગોહીલ તથા ટીમનો દરોડો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૭: ટંકારા પોલીસે સજ્જનપર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા ૮ શખ્સોને ૩.૮૯ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાએ મોરબી જીલ્લામાં જુગાર તથા દારૂની બદીને નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ખાનગી રાહે બાતમી આધારે ટંકારા પોલીસે સજ્જનપર ગામે રાજેશ શિણોજીયાના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાન માલીક (૧) રાજેશ ભગવાનભાઇ શિણોજીયા (ઉ.વ.૪પ) રહે. ગામ સજ્જનપર (રા મનોજ જેરામભાઇ વિરમગામા (૩) મહેન્દ્ર વેલજીભાઇ શિણોજીયા (૪) નરેન્દ્ર હસમુખભાઇ જીવાણી (ઉ.વ.૩૦) શેરી નં. ૩ વૈભવ લક્ષ્મી ઉમીયા સોસાયટી રવાપર રોડ મોરબી શહે (પ) જયંતી વશરામભાઇ બરાસરા (ઉ.વ.પર) રહે. ગામ સજ્જનપર ગામ ટંકારા (૬) મહેન્દ્ર હરજીભાઇ રંગપરીયા ઉ.વ.૪ર રહે. ગામ ધુનડા તા. ટંકારા (૭) સલીમ સદરૂદીનભાઇ બખતરીયા ઉ.વ.પર રહે. ગામ ધુનડા તા. ટંકારા તથા (૮) જયંતી ત્રિકમજીભાઇ રંગપરીયા (ઉ.વ.૪પ) રહે. ૩૦૩, બી એપાર્ટમેન્ટ શકિત ટાઉનશીપ રવાપર રોડ મોરબી શહેરનો સમાવેશ થાય છે.
ટંકારા પોલીસે ભારતીય ચલણની જુદા જુદા દરની નોટો રોકડ રકમ ૩,૮૯,૦૦૦ કબ્જે કરી હતી.
આ કાર્યવાહી ટંકારા પો.સ્ટે.ના પો.ઇન્સ. વાય.કે.ગોહીલ, અનાર્મ એ.એસ.આઇ. ચેતનભાઇ કડવાતર, આર્મડ એએસઆઇ ભાવેશભાઇ ધીરજલાલ, એ.હે.કો. મહિપતસિંહ હરીસિંહ તથા અ.પો.કો. સિધ્ધરાજસિંહ અર્જુનસિંહનાઓ દ્વારા કરવામાં આવેલ છે
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
