News of Tuesday, 17th September 2024
ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ સમારોહ યોજાયો
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વછતા ઝુંબેશ અંતર્ગત ગોંડલ ખાતે રાજકોટ એસટી વિભાગના વહીવટી અઘિકારીઓની વિશેષ ઉપસ્થિતી

ગોંડલ:: ગુજરાત એસટી વિભાગ દ્વારા એસટી ના દરેક બસ સ્ટેન્ડ ખાતે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વછતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ જે મુજબ ગોંડલ ખાતે રાજકોટ એસટી વિભાગના વહીવટી અઘિકારી ની વિશેષ ઉપસ્થિતી મા બસ સ્ટેન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડિયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા ભાજપ મંત્રી મહિદિપસિહ જાડેજા, શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રસિકભાઈ વીરડીયા, ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા સહિત એસટી ના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ હાજર રહીને સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતા.
(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
