તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
૨૫ થી ૨૭ દરમિયાન ગુજરાત - સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે : સાવરકુંડલાના વજુભાઇ બારૈયાની આગાહી

મોટી પાનેલી : સૌરાષ્ટ્રવાસીઓ જલ્દી જલ્દી ખેતી કામ કરી નાખવું કારણે કે આવતી તારીખ ૨૫, ૨૬, ૨૭ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા બાવળા બગોદરા પણ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લા તેમજ જામનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને જામનગર લાલપુર ખંભાળિયા અને દ્વારકા નાં અમુક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આગોતરૂ અનુમાન છે એક બે દિવસ આગળ પાછળ થઇ શકે છે તેમ વજુભાઈ બારૈયા આગાહી કાર (તાલુકો સાવરકુંડલા)એ જણાવ્યું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
