તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
ગુજરાતી ફિલ્મ "સતરંગી રે"ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : આજે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે". એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમા રાજ બાસીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે.
આ ફિલ્મ સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં નામી કલાકાર પણ સંકળાયેલા છે. આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.
ફિલ્મના પ્રમોશન અર્થે રાજ બાસીરા અને કથા પટેલ તથા ડિરેક્ટર ઈર્શાદ દલાલ ઉપરાંત નિર્માતા વિપુલભાઈ ગાંગાણી અને સહ નિર્માતા દિનેશભાઈ માંગુકિયા ભાવનગરની મુલાકાતે આવ્યાં હતા અને આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ભાવનગરના રહેવાસીઓએ હંમેશાથી ગુજરાતી ફિલ્મોને ભરપૂર પ્રેમ આપ્યો છે અને આ ફિલ્મને પણ તેટલી જ વધાવશે.
આ ફિલ્મના દિર્ગદર્શનની કલામ સાંભળી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર શ્રી ઈર્શાદ દલાલ એ. ઉપરાંત આ ફિલ્મનું લેખનકાર્ય પણ ઈર્શાદ દલાલ દ્વારા જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડનાં ઓનર રાજબાસીરા અને ,વિપુલભાઈ ગાંગાણી. એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી-3 પ્રોડક્શન હાઉસનાં ડો. તરૂણ ટંડેલ અને એમના પાર્ટનર શ્રી દિનેશ માંગુકિયા જોડાયેલા છે.
આ ફિલ્મમાં સરસ મજાના ગીતો છે, મધુર સંગીત છે. ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે. આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે ગાયા છે. સંદેશ અનોખો છે, સંગીત અનોખુ છે અને કથા અનોખી છે...મજા પણ અનોખી છે "સતરંગી રે " આ ફિલ્મ 20સપ્ટેમ્બરે રિલીઝ થનાર છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
