<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

કચ્છના કાનમેર ગામે પાણીના ખાડામાં ૭ જણ ડૂબ્યા: ૨ ના મોત

ભારે વરસાદ બાદ પાણી ભરાયેલ ખાડામાં ડૂબી જવાથી એક મહિલા અને એક બાળકના કરુણ મોત

(વિનોદ ગાલા દ્વારા )ભુજ : કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી ૨ જણના મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ છે. ભારે વરસાદ બાદ પાણી ભરાયેલ ખાડામાં ડૂબી જવાથી એક મહિલા અને એક બાળક એમ બે જણના કરૂણ મોત નીપજ્યા હતા. મળતી વિગતો મુજબ ૭ જણ ડૂબ્યા હતા તેમાંથી ગામલોકોએ ૫ જણને બચાવી લીધા હતા.

(8:24 PM IST)