<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ ગુજારાયું

કચ્છના ભુજમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો:મહિલાઓને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે

કચ્છ,તા.૧૭

કચ્છના ભુજમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેમના પર દુષ્કર્મ આચરવામાંઆવ્યું છે.આરોપીએ પરીણિત મહિલાના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મુંદ્રા પોલીસ મથકે પણ આ દુષ્કર્મને લઈને અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. મુંદ્રાના પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હજી ગયા મહિને જ કચ્છની ગાંધીધામ કોર્ટે સગીરા પર બળાત્કારના આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો ગુનેગાર દંડની રકમ જમા નહીં કરાવે તો તેને છ મહિનાની વધારાની સાદી કેદની સજા અને દંડની રકમમાંથી ૧૫,૦૦૦ રૃપિયા પીડિતને વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સનતકુમાર, જે આદિપુર તોલાણી કોલેજની સામે પરથા હાઉસમાં કામ કરતો હતો, ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યાર બાદ તેણે ત્રણમાંથી બે દીકરીઓને ચોકલેટ આપીને બાથરૃમમાં લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ કેસમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ગાંધીધામ કોર્ટના જજ બી.જી.ગોલાણી સમક્ષ ચાલી હતી. ફરિયાદી પક્ષના ૧૫ સાક્ષીઓ અને ૨૭ દસ્તાવેજોની તપાસના આધારે, કોર્ટે ગુનેગાર પુષ્પરાજ તકસીરવાનને દોષી ઠેરવ્યો. ગાંધીધામ કોર્ટે ગુનેગારને ૨૦ વર્ષની સખત કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

(9:12 PM IST)