તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 18th September 2024
ભાવનગર અને બોટાદ જિલ્લામાં 5 શખ્શો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
જમીન મિલકતના ખોટા સાટાખત તથા પાવર ઓફ એટર્ની કરનારા પાંચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ

ભાવનગર અને બોટાદ જિલ્લામાં જમીન મિલકતના ખોટા સાટાખત તથા પાવર ઓફ એટર્ની કરનારા પાંચ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે, આરોપીઓ ખોટા દસ્તાવેજોના આધારે મિલકત જમીન ખરીદનારના ટાઈટલ ક્લિયરની નોટિસ સામે વાંધા અરજી કરી પૈસા પડાવતા હતા. આ પ્રકારે ગુનો આચરનાર (1) મહાવીરસિંહ કનુભા ગોહિલ ઉર્ફે ગલકુ, (2) અમદાવાદના ચંદ્રકાંત પુરુષોત્તમ સોલંકી (3) પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી (4) રવિરાજસિંહ મહાવીર સિંહ ગોહિલ (5) પથુભા મેરૂભા ગોહિલ વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
