<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જેતપુર સ્‍વામી નારાયણ મંદિર ગાદી સ્‍થાન દ્વારા વિશાલ રિસોર્ટ ખાતે પૂ.નીલકંઠચરણ સ્‍વામીના સાનિધ્‍યમાં ઝલજીલણી અગિયારસ ઉજવાઇ

જલ જીલણી અગિયારસનું ખૂબ મહત્‍વ છે આ દિવસે ભગવાનની  નાની મૂર્તિ ને નદીમાં સ્‍નાન કરાવી પૂજા કરવામાં આવે છે જે અનુસાર સ્‍વામી નારાયણ સંપ્રદાયમાં મહત્‍વનું સ્‍થાન ધરાવતા સ્‍વામી નારાયણ મંદિર ગાદી સ્‍થાન દ્વારા વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ માલણકા સાસણ ખાતે સદ સ્‍વામી નીલકંઠ ચરણદાસજીના સાનિધ્‍યમાં ભવ્‍યાતિ ભવ્‍ય ઉત્‍સવ ઊજવવામાં આવેલ. સાસણ ગીર માલણકામાં ગાઢ જંગલ વચ્‍ચે રમણીય વાતાવરણમાં આવેલ વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ કે જેમાં ત્રણ સ્‍વીમીંગ પુલ આવેલ છે ત્‍યાં ભગવાનની મૂર્તિને હોળીમાં બિરાજમાન કરી કેસર સ્‍નાન, પૂજન અર્ચન કરવામાં આવેલ બાદ પુ. નીલકંઠ ચરણ દાસજી સ્‍વામી એ હરીભક્‍તો ને પોતાની વાણી નો ધર્મલાભ આપેલ.. આ પ્રસંગે પૂ. વિવેક સાગર સ્‍વામી, પૂ.સ્‍નેહ સાગર સ્‍વામી સહિત અનેક સાધુ સંતો, વિશાલ ગ્રીનવુડ રિસોર્ટના માલિક બળવંતભાઈ ધામી, નીખીલભાઈ ધામી, માલણકા ગામ સરપંચ, જિલ્લા પંચાયત સદસ્‍ય ઉપસ્‍થિત રહ્યા હતા,  જેતપુર, ધોરાજી, બગસરા, ઉપલેટા, વિરપુર સહિતના ગામોમાંથી ૨૫૦૦થી વધુ  હરિભક્‍તોએ ભગવાનને તાાન કરાવી જલ જીલણી અગિયારસના ઉત્‍સવનો લાભ લીધેલ.

(10:01 AM IST)