તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 19th September 2024
નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં ઋષિકુમારો સહિતના બાળકોને વષાો અર્પણ કરતાં ધારાસભ્ય અમૃતિયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૪માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ જુદા જુદા સેવાકિયા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા દરમિયાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ખોખરા હનુમાન હરિહર ગામ ખાતે રહીને સંસ્કળતનું શિક્ષણ મેળવતા ઋષિકુમારો દ્વારા નરેન્દ્રભાઇ મોદીના દીર્ધયું માટે ખોખરા હનુમાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારે સંસ્કળતનો અભ્યાસ કરતા ઋષિકુમારો સહિતના કુલ ૧૨૫ થી વધુ બાળકોને ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયા તરફથી વષાો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયાએ જણાવ્યુ હતું કે, દેશની જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવા કરવામાં આવી રહી છે તેવી જ સેવા તેઓ વર્ષો સુધી કરતા રહે તેના માટે ઋષિકુમારોએ ભગવાનને પ્રાર્થના કરી છે અને અંતમાં તેઓએ જણાવ્યુ હતું કે, જ રીતે અનેક જગ્યાએ જુદાજુદા કાર્યક્રમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં કરવામાં આવી રહી છે આવું ભૂતકાલમાં કયારેય કોઈ નેતા માટે તેઓએ દેશમાં જોયું નથી અને ભવિષ્યમાં કયારેય કોઈ નેતા માટે જોવા મળશે પણ નહીં તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
