<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જેતપુરની રબારીકા ચોકડીએથી ઇજાગ્રસ્‍ત મળેલા અજાણ્‍યા યુવાનનું રાજકોટમાં મોત

આશરે ૨૨ થી ૨૫ વર્ષના યુવાનના વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૯: જેતપુરમાં રબારીકા ચોકડી પાસેથી ગત સાંજે સાડા સાતેક વાગ્‍યે અજાણ્‍યો આશરે ૨૨ થી ૨૫ વર્ષનો યુવાન ઇજાગ્રસ્‍ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ તેણે દમ તોડી દીધો છે. રબારીકા ચોકડી પાસે યુવાન ઘાયલ હાલતમાં પડયો હોવાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ઉર્વશીબેન અને પાયલોટ પહોંચી તેને સારવાર માટે જેતપુર હોસ્‍પિટમલાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડયો હતો. મોડી રાતે અહિ આ યુવાને દમો તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. અકસ્‍માતમાં ઇજા થયાની શક્‍યતા જણાઇ હતી. પોલીસે યુવાનની ઓળખ મેળવવા અને શું બનાવ બન્‍યો? તે જાણવા તપાસ યથાવત રાખી છે.

(11:07 AM IST)