News of Thursday, 19th September 2024
ન્યારી-૧ અને વેણુ-ર ડેમના ગામ લોકોને નદીના પટમાં ન જવા અપીલઃ ર૦ ગામોને ચેતવણી

રાજકોટ તા. ૧૯: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા પાસે આવેલા ન્યારી-૧ જળાશયમાં પાણીનું લેવલ ૧૦૪.રપ મીટર છે. આથી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઇશ્વરીયા, લોધીકા તાલુકાના હરીપર (પાળ), વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરઘડી, રાજકોટ તાલુકાના ગઢેવાળી-વાજડી, વેજાગામ, વેજાગામ (વાજડી) અને વાજડી (વિરડાવાળી) ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત, ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ-ર જળાશયમાં પાણીનું લેવલ પપ મીટર છે. હાલ આ ડેમના ૩ દરવાજા ૦.૩૮ મીટર ખુલ્લા છે. આથી, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફલડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
