News of Thursday, 19th September 2024
વેરાવળ સોમનાથમાં બોલેરોએ બાઇકને ઠોકરે ચડાવતાં મનસુખગીરીનું મોત
પ્રોૈઢ ઘર પાસે મંદિરમાં સેવા પુજા કરવા સાથે ફેક્ટરીમાં કામ કરતાં હતાં: રાજકોટમાં દમ તોડતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: વેરાવળ સોમનાથમાં હુડકો સોસાયટીમાં રહેતાં મનસુખગીરી લક્ષમણગીરી મેઘનાથી (ઉ.વ.૫૫) બાઇક લઇને જતાં હતાં ત્યારે બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મનસુખગીરી મેઘનાથી તા. ૧૩/૯ના રાતે સાડાનવેક વાગ્યે ઘરેથી બાઇક લઇ કોઇ માટે નીકળ્યા હતાં. એ દરમિયાન વેરાવળ સાઇબાબા મંદિર નજીક પહોંચ્યા ત્યારે કોઇ બોલેરોના ચાલકે ઉલાળતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, બળુભા, કાનાભાઇએ પ્રભાસપાટણ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર મનસુખગીરી ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ફેક્ટરીમાં નોકરી કરવા સાથે ઘર નજીક મંદિરમાં સેવા પુજા પણ કરતાં હતા.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
