<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિની આગામી દિવસોમાં બેઠક

જૂનાગઢઃ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નિલેશભાઈ જોષી અને રાષ્‍ટ્રીય મહિલા અધ્‍યક્ષ એષાબેન શાહ હોદેદારો સાથે વાર્તાલાપ અને ચર્ચા વિચારણા કરશે. સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત રાજ્‍ય પ્રિન્‍ટ મીડિયા પ્રમુખ પાર્થભાઈ પંડ્‍યા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ બનાસકાંઠા જિલ્લા ખાતે મહત્‍વની કોર કમિટી ની બેઠક મળશે આ બેઠકમાં કમિટી દ્વારા મહત્‍વના નિર્ણયો તેમજ આગળ કરવાના કાર્યોની ચર્ચા કરવામાં આવશે એની સાથે સંગઠન વધુમાં વધુ કંઈ રીતે મજબૂત થાય તેની ચર્ચા પણ થશે આ બેઠક માં રાષ્‍ટ્રીય હોદેદારો ગુજરાત રાજ્‍યના હોદ્દેદારો તેમજ સૌરાષ્‍ટ્ર અને તમામ જિલ્લાના હોદેદારો પણ ઉપસ્‍થિત રહેશે

(2:09 PM IST)