News of Thursday, 19th September 2024
ખંભાળિયાના રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરોઃ દાગીના, રોકડ સહિત રૂા. ૧.૫૫ લાખનો મુદ્દામાલ ચોરાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાયિળયા, તા.૧૯:રામનગર વિસ્તારમાં આવેલા મેરાજ પાર્ક ખાતે રહેતા અને પાર્લરનું કામ કરતા જાયદાબેન સિકંદરભાઈ અહેમદભાઈ જુણેજાના બંધ મકાનમાં કોઈ તસ્કરોએ તાળું તોડીને ચોરી કરી હતી.
તસ્કરોએ સોનાની બે બંગડી, સોનાનું પેન્ડલ, સોનાનો ચેન મળી,રૂા. ૧,૩૭,૨૩૮ ની કિંમતના સોનાના દાગીના ઉપરાંત રૂપિયા ૧૮,૦૦૦ ની રોકડ મળી, રૂા. ૧,૫૫,૨૩૮ ની ચોરી કરી હોવાનું જાહેર થયું છે.
ખંભાળિયા પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા તેમજ તેમની ટીમે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
