News of Thursday, 19th September 2024
મોરબી- વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ખોટવાતા મુસાફરો અટવાયા:ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી ગઈ
અમદાવાદ જવા માટે વંદે ભારતમાં ચઢવા ન દેતા મુસાફરોમાં રોષ

મોરબી- વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ખોટવાતા મુસાફરો અટવાયા છે. સવારે છ વાગ્યે ઉપડેલી ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી હતી. ઈન્ટરસિટી તેમજ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને હાલાકી પડી રહી છે.
અમદાવાદ જવા માટે વંદે ભારતમાં ચઢવા ન દેતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર 300થી 400 જેટલા મુસાફરો અટવાયા છે. વાંકાનેર સ્ટેશન પ્રબંધકને હેરાનગતિ મામલે રજૂઆત કરવામાં આવી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
