<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

મકાનની નોંધ કરાવવા ૪ લાખની લાંચ માંગેલ : ૨ લાખનો પ્રથમ હપ્તો લેતા કચ્છના કુકમા ગામે ACB ત્રાટકી : બે પકડાયા : 1 ની શોધખોળ

તલાટી અને ગ્રામપંચાયત સભ્ય દાબેલીવાળાને વચેટિયા બનાવી લાંચ લેતા હોવાની હકીકત મળતા એસીબીનાં મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલ દ્વારા વધુ એક સપાટો : ACB વડા શનશેરસિંઘ નાની મોટી કોઈ પણ લાંચને ગંભીરતાપૂર્વક લેતા હોવાનું અખબારમાં વાંચી ફરિયાદી હિંમતપૂર્વક આગળ આવેલ

રાજકોટ : કચ્છ ભુજના કુકમા ખાતે આવેલ એક જગૃત ફરિયાદી દ્વારા પોતાના મકાનની નોંધ ગ્રામ પંચાયતના કરાવવા જતા તલાટી મંત્રી વાધસિહ વાઘેલા, ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા એક દબેલી વેચતા વચેટિયા  વ્યક્તિ પાસે કુલ ૪ લાખ માંગેલ,અને તે પૈકી પ્રથમ હપ્તો ૨ લાખ નક્કી કરેલ.

જાગૃત ફરિયાદી દ્વારા acb વડા શમશેરસિંઘ કોઈને છોડતા નથી, અને મદદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલ ટીમ પણ હિંમતપૂર્વક પગલાંઓ લેતા હોવાનું અખબારોમાં વાંચી ઉકત અઘિકારીઓનો કોન્ટેક્ટ કરતા કચ્છ {પશ્ચિમ) ભુજ એલ.એસ.ચોધરી દ્વારા છટકુ ગોઠવો વચેટિયા શખ્શ મારફત નિયમિત નાણાં લેતા તેને ઝડપી લીધા હતા . તલાટી પણ ઝડપાઇ ગયેલ છે, સભ્યને ઝડપવા acb સક્રિય બનેલ છે.

 

(6:28 PM IST)