News of Sunday, 22nd September 2024
મારા દાદાનું બારમું પણ નહોતું થયું અને શંકરસિંહ બાપુ અને અગ્રણીઓએ મને ક્ષત્રિયોની નવી યુવા સંસ્થાના પ્રમુખપદની ઓફર કરી
યુવરાજ જયવીરરાજ સિંહે આ મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે અને શંકરસિંહ વાઘેલા સામે સવાલ ઉઠાવ્યા છે

ભાવનગર: અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સમાજનું 'એકતા' સંમેલન યોજાયું હતું. જેમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજ સિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંતુ આ ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો હતો. હવે યુવરાજ જયવીરરાજ સિંહે આ મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે અને શંકરસિંહ વાઘેલા સામે સવાલ ઉઠાવ્યા છે.
ક્ષત્રિય મહાસંમેલન પહેલા યુવરાજે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટની ભારે ચર્ચા થઈ હતી. સાથે જ અનેક સવાલો પણ ઉદભવ્યા હતા. ત્યારે વિવિધ અટકળો મુદ્દે ખુદ યુવરાજે સ્પષ્ટતા કરી હતી. ભાવનગરમાં આયોજિત પત્રકાર એકતા સંગઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુવરાજ જયવીરરાજ સિંહે કહ્યું કે, 'શંકરસિંહે વાઘેલાએ અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી. મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી'.
મારા દાદાનું બારમું પણ નહોતું થયું અને શંકરસિંહ બાપુ અને તેમની સાથે આવેલા અગ્રણીઓએ મને ક્ષત્રિયોની નવી યુવા સંસ્થાના પ્રમુખપદની ઓફર કરી હતી. પોલિટિક્સ સાથે સીધી સંકળાયેલી બોડી ન હોય તેવી નવી સંસ્થા શંકારસિંહ બાપુ ઊભી કરવા માગતા હતા. ભાજપની માતૃ સંસ્થા જે રીતે RSS છે એવી સંસ્થા ઊભી કરવાની અને મને પ્રમુખ બનાવી યુવાનોને જોડવા માગતા હોવાની બાપુએ વાત કરી હતી.'
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
