News of Sunday, 22nd September 2024
મોરબીમાં પોલીસ કર્મચારીને 500ની લાંચ 5 વર્ષની જેલ સજા અને પાંચ હજારમાં પડી
માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી

મોરબી: કહેવાય છે કે તમારું કરેલું ખોટું કામ તમારો સાથ નથી છોડતું. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.
હકીકતે આ સમગ્ર મામલો 17 માર્ચ 2014નો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાભી પૂજાને તેના પતિ પાસે નૈરોબી જવાનું હતું. આ માટે તેમણે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેના માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. પુજાબેનને 17 માર્ચ 2014ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
