<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

જામનગરના એડવોકેટ હારુંન પલેજાની હત્યા કેસમાં સંડોવાયેલો અને 13 કરોડના છેતરપિંડી કૌભાંડમાં ભાગતો ફરતો કુખ્યાત આરોપી ઝડપાયો

જામનગરના : એડવોકેટ હારુંન પલેજાની હત્યા કેસમાં સંડોવાયેલો અને 13 કરોડના છેતરપિંડી  કૌભાંડમાં ભાગતો ફરતો કુખ્યાત આરોપી આખરે ઝડપાય ગયો છે. જામનગરમાં 26 જેટલા ટ્રક ખરીદી, લોન લઈ અને હપ્તા ન ભરનાર કૌભાંડનો માસ્ટર માઈન્ડ કુખ્યાત રજાક સોપારી પોલીસ હાથે ઝડપાય ગયો છે.

ખાનગી ફાયનાન્સ પેઢીને 13 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડનાર ટોળકીના અગાઉ રામ આહીર સહિત 13 આરોપીઓ પકડાયા હતા. અ સાથે ફાઈનાન્સ કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડનાર રજાક સોપારીના ચાર દિવસના રિમાંન્ડ મંજુર કરવામાં આવ્યા છે.  રજાક દાઉદ ઉર્ફે રજાક સોપારી સામે વકીલ હારુન પલેજાની હત્યાનો પણ આરોપ લાગ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ સાડા ત્રણ કરોડનો મુદામાલ કબ્જે કરાયો છે.

(10:21 PM IST)