<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

કચ્છના મુન્દ્રામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઝડપાયો

આ આરોપીએ અનેક ગાયો સાથે આવું કર્યાનું કબૂલતાં ખળભળાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : કચ્છના મુન્દ્રામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઝડપાયો છે.કચ્છ જીલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ચોરીના વધતાં બનાવો વચ્ચે ગ્રામજનોએ ચોકી પહેરો શરૂ કર્યો છે.                                                                              તે દરમ્યાન રાત્રિએ શંકાસ્પદ શખ્સની હિલચાલ ઉપર નજર રાખી રહેલા ગામલોકોએ તેને ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોઈ લેતા તેને પડકાર્યો હતો. જોકે, લોકોએ પડકારતાં આ ઈસમ નાસ્યો હતો પણ તેને સૌએ પીછો પકડી ઝડપી લીધો હતો. 

         લોકોએ પોલીસને સોંપી પૂછપરછ કરતા આ નરાધમ આરોપી સદામહુસેન નજીમે બેશરમી સાથે અનેક ગાયો સાથે આવું કર્યાનું કબૂલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે બીએનએસ ૨૯૯ મુજબ ગુનો નોધી કાર્યવાહી કરી છે.

(9:21 AM IST)