News of Monday, 23rd September 2024
ભચાઉ પાસે કારનું ટાયર ફાટતા ડમ્પર સાથેની ટક્કરમાં ત્રણના મોત
બનાસકાંઠાના બલોચ પરિવારના ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૩: ભચાઉ હાઇવે ઉપર વોંધ ગામ પાસે સ્કોર્પિયો કારનું ટાયર ફાટતા ડમ્પર સાથે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બનાસકાંઠાના ભાભર નજીક મીઠા ગામના વતની નૂરજહાંબેન કાયામખાન બલોચ (ઉ.૪૩), હમીદાબેન દોલતખાન બલોચ (ઉ.૪૬) ના સ્થળ ઉપર જયારે રસીદાબેન ઇલિયાસખાન (ઉ.૨૪)ના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલ સ્કોર્પિયો જીપનું એક ટાયર ફાટ્યા બાદ બીજું ટાયર પણ ફાટતા ડિવાઇડર સાથે અથડાઈ આગળ ઊભેલા ડમ્પરમાં કાર ટકરાઈ હતી.
ખાવડા ગામે મચ્છરની અગરબતીના કારણે લાગેલી આગમાં એક બાળકનું મોત
કચ્છના ખાવડા ગામે નવાવાસ વિસ્તારમાં ઘર માં મચ્છર માટે સળગાવાયેલ અગરબતી પલંગ ઉપર પડતા ચાદરમાં લાગેલી આગે એક માસૂમ બાળકનો ભોગ લીધો છે. આગમાં બે વર્ષના મોહસીન કયુમ સમા અને તેની ત્રણ વર્ષની બેન મુક્સાના દાઝ્યા હતા. જેમાં મોહસીન નું અરેરાટી ભર્યું મોત નિપજયું છે. જયારે મુક્સાના સારવાર હેઠળ છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
