હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' દ્વારા વિરપુર ખાતે રવિવારે મહાસંમેલન
રઘુવંશીઓની રાજ્યકક્ષાની માતૃસંસ્થાનું પ્રમુખપદ સૌરાષ્ટ્રના ફાળે : સ્થાનિક લોહાણા મહાજન ટ્રસ્ટો દ્વારા જ્ઞાતિજનોને મહાસંમેલનમાં સહભાગી બનાવવા તડામાર તૈયારીઃ પ્રાઇવેટ ગાડીઓ, લકઝરી બસોની નોંધણી શરૂ : નવા પ્રમુખ જીતુભાઇ લાલને વધાવવા અનોખો ઉત્સાહ : ‘જલારામ ધામ' વિરપુર ખાતે સંસ્થાના નવા અધ્યક્ષ, નામાંકીત અને મોટા ગજાના ઉદ્યોગપતિ, રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલ (જામનગર) પ્રમુખપદની જવાબદારી સંભાળશે : સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગામેગામથી રઘુવંશીઓ ઉમટી પડશે : મહાસંમેલનમાં ‘જ્ઞાતિ સંગઠન' કેન્દ્ર સ્થાને રહેશે

રાજકોટ તા.૨૩: સમગ્ર વિશ્વમાં રઘુવંશીઓની સોૈથી વધુ વસ્તી ગુજરાત રાજયમાં છે. ત્યારે ગુજરાતના રઘુવંશીઓની વર્ષો જુની રાજયકક્ષાની માતૃસંસ્થા કહી શકાય તેવી ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' દ્વારા તા.૨૯-૯-૨૦૨૪, રવિવારના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે ‘જલારામ ધામ', શુભ સંગમ પાર્ટી પ્લોટ, હોટલ જયશ્રી પેલેસની બાજુમાં, વિરપુર (જલારામ), તાલુકો- જેતપુર, જીલ્લો- રાજકોટ ખાતે રઘુવંશી સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું છે.
રઘુવંશી સમાજના આ મહાસંમેલનમાં ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિર્વાચિત અધ્યક્ષ, જામનગરના નામાંકીત અને મોટા ગજાના ઉદ્યોગપતિ શ્રી જીતેન્દ્રભાઇ હરીદાસભાઇ લાલ (જીતુભાઇ લાલ) પ.પૂ.શ્રી જલારામબાપાના આશીર્વાદ લઇને પદગ્રહણ સાથે પ્રમુખપદની જવાબદારી સંભાળશે. ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ની ત્રણેક મહિના પહેલા બરોડા ખાતે સંકલન સમિતિની મિટીંગ મળી હતી.
જેમાં સંસ્થાના પ્રમુખ તરીકે જામનગર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ, ધુરંધર રઘુવંશી અગ્રણી અને હંમેશા સમાજ સેવા માટે તત્પર રહેતા શ્રી જીતુભાઇ લાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણી સંદર્ભે શ્રી જીતુભાઇ લાલ (મો.નં.૯૮૨૪૦ ૨૩૩૩૧) રવિવાર, તા.૨૯-૯-૨૦૨૪ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે વિરપુર (જલારામ) ખાતે અધ્યક્ષ (પ્રમુખ) તરીકેની નવી જવાબદારી સંભાળી રહયા છે.
રઘુવંશી સમાજની રાજય કક્ષાની પ્રતિષ્ઠિત માતૃસંસ્થા ગણાતી ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'નું સુકાન કદાચ સોૈપ્રથમ વખત સોૈરાષ્ટ્રના ફાળે આવ્યું હોય, વિરપુર (જલારામ) ખાતેના મહાસંમેલનમાં સોૈરાષ્ટ્ર- ગુજરાતના ગામે ગામથી મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉમટી પડશે. ગામે ગામના સ્થાનિક લોહાણા મહાજન ટ્રસ્ટો દ્વારા પણ સંસ્થાના નવા પ્રમુખશ્રી જીતુભાઇ લાલને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ ગાડીઓ તથા લકઝરી બસોની પણ વ્યવસ્થા ગોઠવવાનું શરૂ થઇ ગયું છે.
રઘુવંશીઓના મહાસંમેલનમાં ‘જ્ઞાતિ સંગઠન' કેન્દ્રસ્થાને રહેશે અને સંગઠનની ભાવના સાથે છેવાડાના રઘુવંશીઓને ઉપયોગી બની શકાય, જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કાર્યોમાં વેગ લાવી શકાય તે સંદર્ભે વિસ્તૃત એજન્ડા હોવાનું જાણવા મળે છે. સમગ્ર સોૈરાષ્ટ્ર- ગુજરાતના રઘુવંશીઓમાં ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિયુકત પ્રમુખ શ્રી જીતુભાઇ લાલને વધાવવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહયો છે. રઘુવંશી સમાજના મહાસંમેલનમાં ઉમટી પડવા શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ધનવાનભાઇ કોટક, વરીષ્ઠ ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઇ ઠક્કર, મહામંત્રી શ્રી મગનભાઇ રૂપારેલ, ખજાનચી શ્રી શૈલેષભાઇ સોનપાલ, યુવા પ્રમુખ શ્રી જયેશભાઇ સચ્ચદે (બાપા દયાળુ), મહિલા પ્રમુખ પ્રભાબેન રાજા વિગેરેએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
