હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાટડીના ધામા ગામે ૯૦ હજારનો કોપર વાયર ચોરાયો

વઢવાણ તા. ૨૩ : પાટડી તાલુકાના ધામા ગામે ટેરા ફાર્મ સોલાર પાવર પ્લાન્ટ નામની કંપની કે જે ૪૬૦ વીઘા એટલે કે, આશરે ૧૩૦ એકરની આસપાસ વિસ્તારમા ફેલાયેલી છે. એને ફરતે ફેન્સીંગ તાર મારેલા છે. વધુમાં આ કંપનીમા ગાર્ડ અને સુપરવાઇઝર એમ ચોવીસ જેટલા માણસો દિવસ અને રાત્રી દરમિયાન ફરજ બજાવે છે.
રાત્રીના સમયે કોઈ અજાણી તસ્કરોની ગેંગે કંપનીના ત્રણ પ્લાન્ટમાંથી રૂ. ૯૦,૦૦૦ની કિંમતનો ૧૦,૧૦૦ મીટર કોપર વાયર ચોરાતા ચકચાર મચી છે. જેમાં કંપનીના કેમ્પસમા ચાર જેટલા અજાણ્યા ઈસમો મોઢે કપડા બાંધી ચહેરા ના ઓળખાય એ રીતે કેમેરામાં જોવા મળતા કંપનીના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ જોવા મળ્યું નહોતું. આથી ધામા સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ છત્રસિંહ મનુભા ઝાલાએ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના એચ. એ.વડેખણીયા ચલાવી રહ્યાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
