<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

દ્વારકાના પત્રકારને મારી નાખવાની ધમકીઃ રાજકોટના શખ્‍સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા,તા. ૨૩: દ્વારકામાં રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા ધવલભાઈ પંકજભાઈ જટણીયા નામના ૩૪ વર્ષના યુવાનને ગત તારીખ ૧૯ મીના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્‍યાના સમયે રાજકોટમાં રામાપીર ચોકડી વિસ્‍તારમાં રહેતા આકાશ અમિતભાઈ તેજુરા ઠક્કર નામના શખ્‍સ દ્વારા કોઈ કારણોસર જુદા જુદા સમયે કુલ ત્રણ વખત ફોન કરી અને ગાળો કાઢી, ‘માર મારીને પાડી દઈશ, કોઈને શોધ્‍યો નહીં મળે, હું ડોન છું અને ડોન રહીશ. તારાથી થાય તે કરી લે'- તે પ્રકારની ધમકી આપી અને દ્વારકા આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:19 AM IST)