હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
જુનાગઢ જેલમાં દૂષ્કર્મના ગુનાના કાચા કેદીએ ખીલી ખાઇ લીધી
મુળ મોરબીનો વતનીઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: જુનાગઢ જેલમાં રખાયેલા સાગર નવઘણભાઇ મુંધવા (ઉ.વ.૩૦) નામના કેદીએ જેલમાં ખીલી ખાઇ લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મુળ મોરબીનો વતની સાગર વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધાયો છે અને તે કાચા કામનો કેદી છે. જુનાગઢ જેલમાં પાંચેક દિવસ પહેલા ખીલી ખાઇ લેતાં સારવાર અપાઇ હતી. વધુ સારવારની જરૂર હોઇ રાજકોટ ખસેડાયો હતો.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
