તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
જસદણના સનાળી ગામે વાલજીભાઇ કોળી ઉપર બાબુનો ધારીયાથી હુમલો
આરોપી બાબુની પત્ની વાલજીભાઇના મોટાભાઇ સાથે ભાગી જતા તેનો ખાર રાખી ધારીયાથી તૂટી પડયો

રાજકોટ તા. ર૩ :.. જસદણના સનાળી ગામે પત્નીને ભગાડી જનાર શખ્સના ભાઇ ઉપર પતિએ ધારીયાથી હુમલો કર્યો હતો.
પ્રાપ્ય વિગતો મુજબ સનાળા ગામની સીમમાં રતનવાળ જવાના રસ્તે વાલજીભાઇ છગનભાઇ કોળી ઉપર તે જ ગામના બાબુ શિવાભાઇ કોળીએ ધારીયાથી હુમલો કરી માથામાં તથા કપાળમાં ઇજા કરી હતી. આરોપી બાબુની પત્ની બે વર્ષ પૂર્વ ઇજાગ્રસ્ત વાલજીભાઇના મોટાભાઇ સાથે ભાગીને જતી રહેતા જે બાબતનો ખાર રાખી આરોપી બાબુએ ત્યાંથી પસાર થતા વાલજીભાઇને ઉભા રાખી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા બાબુએ ઉશ્કેરાઇ જઇ ધારીયાથી હુમલો કર્યો હતો.
આ અંગે ઇજાગ્રસ્ત વાલજીભાઇએ બાબુ સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
