News of Monday, 23rd September 2024
મોરબીના પીપળી ગામે બાથરૂમમાંથી દારૂની ૩૦૯ બોટલ પકડાઇઃ એકની ધરપકડ
જાંબુડીયા ગામ પાસે મોપેડમાં દેશી દારૂ લઇ જતો રાજુ ભંભાણી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૩: પીપળી ગામે રહેતા ઇસમના ભાડાના મકાનના બાથરૂમમાંથી દારૂની ૩૦૯ બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે આરોપીને દબોચી લીધો હતો.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી રોડ પર માનસધામ સોસાયટી બાજુમાં ભાડાના મકાનમાં રહેતા પીર જોધાભાઇ બોહરીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરી હતી જ્યાં ભાડાના મકાનના બાથરૂમમાંથી દારૂની નાની મોટી બોટલ નંગ ૩૦૯ કીમત રૂ ૩૩,૭૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા મૂળ રહે પાવર હાઉસ રાપર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં પાવર હાઉસ સામેથી એકટીવા જીજે ૩૬ એન ૭૮૭૩ પસાર થતા એકટીવાને રોકી તલાશી લેતા ૨૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને એકટીવા સહીત ૩૦ હજારનો મુદામાલ જપ્ત કરી આરોપી રાજુ વાસુદેવભાઈ ભંભાણી રહે લાભનગર ધરમપુર રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપી યાસ્મીનાબેન ઉર્ફે આરતીબેન સંજયભાઈ અગેચણીયા રહે શોભેશ્વરનગર મોરબી ૨ વાળાનું નામ ખુલતા તપાસ ચલાવી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
