<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

માળીયા મિંયાણામાં જમવા બાબતે ધોકાથી પ્રૌઢની હત્‍યા કરનાર બે શખ્‍સો પકડાયા

તસ્‍વીરમાં પકડાયેલ બંન્‍ને શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૩: માળિયા મિયાણા પોલીસ મથક વિસ્‍તારમાં જમવા બાબતે ઝઘડો થયા બાદ પ્રૌઢની હત્‍યા નિપજાવનાર બે શખ્‍સોને પોલીસે શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા પંથકમાં તા.૨૧ના રોજ રાત્રીના ૯ કલાકે નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર તથા રઝાક ગફુર મોવરે જમવા બાબતે ઝઘડો થયેલ હોય જેનું મન દુઃખ રાખી લાકડાના ધોકાથી ચંદુભાઈ લાધાભાઈ ઉંમર વર્ષ ૫૮ની હત્‍યા નિપજાવી હતી. પોલીસે બન્‍ને આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી.

(11:53 AM IST)