હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા સામે એફ.આઇ.આર. દાખલ કરો : ધોરાજી શહેર કોંગ્રેસ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૩ : શહેર કોંગ્રેસ સમીતી દ્વારા આવેદન પત્ર તથા ભાજપ નેતા સહયોગીઓ વિરુદ્ધ એફ્ર.આઈ.આર દખલ કરવા અરજી આપેલ છે. જેમાં વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીને ધમકી આપનાર ભા.જ.પ નેતા તથા સહયોગીઓ જેના ભા.જ.૫ નેતા તરવિન્દરસિંહ મારવાહ એ તા.૧૧/૦૯/૨૦૨૪ નાં રોજ એક કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખુલ્લે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી શિંદે સેનાના સંજય ગાયકવાડ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૪ નાં રોજ જાહેરમાં જે કોઈ વિપક્ષ નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેણે ૧૧ લાખ ઇનામ આપશે તેવી જાહેરાત કરી હતી.
ભાજપ નેતાઓ અને તેના સાથી પક્ષો વિવિધ નિવેદનો આપી રાહુલ ગાંધીની હત્યા તેમજ ઈજા થાય તેવો ટ્રેપ દર્શાવે છે. સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ,ભડકાવવા શાંતિ ભંગ કરવાના ઉદેશથી કરવામાં આવે છે. જેથી ભાજપના નેતા અને સાથી પક્ષોના નામવાળી વ્યક્તિઓં અને તેના સહયોગીઓ વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવા માંગણી કરેલ હોવાનું જણાવાયું છે.
આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરા, ડી.એલ. ભાષા, ગોપાલભાઈ સલાટ, પ્રફુલભાઈ વઘાસીયા, દિનેશભાઈ ટોપિયા, વિજયભાઈ વઘાસીયા, ચિરાગભાઈ વોરા, જગદીશભાઈ રાખોલિયા, જબારભાઈ નાલબંધ, કાસમભાઈ કુરેશી, નુરમામદભાઈ કરવા, બ્રિજેશભાઈ વઘાસીયા, દર્શન વઘાસીયા, આશિષ જેઠવા, ધર્મેન્દ્ર રાજ્યગુરુ, અમીશભાઈ અંટાળા, પ્રશાંત વ્યાસ, હાજર રહેલ હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
