News of Monday, 23rd September 2024
ચોટીલાના પિયાવા ગામે ડૂબી જતા ૧૦ વર્ષની બાળાનું મોત

વઢવાણ,તા. ૨૩: ચોટીલા પંથકમાં અપમળત્યુના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવમાં ચોટીલા તાલુકાના પિયાવા ગામે ડૂબી જતાં બાળકીનું મોત થયું હતું. ૧૦ વર્ષીય પ્રિયા મુનાભાઇ જોગરાજીયા સીમમાં આવેલા ખેતરની તલાવડીમાં બાળકો સાથે રમતાં રમતા નહાવા પહોંચી ગઇ હતી. દરમિયાન આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબવાથી બાળકીનું મોત થયું હતું. બાળકી તળાવમાં પડી ગયા અંગે સાથે રહેલા અન્ય બાળકોએ પરીવારજનોને જાણ કરી હતી. પરંતુ તે લોકો તળાવે પહોંચે પહેલાં અવસાન થતા મળતદેહ તળાવ ખાતે મળી આવ્યો હતો.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
