<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

વાંકાનેરમાં ‘સેવા સેતુ કાર્યક્રમ'

સ્‍વચ્‍છતા અભિયાનના ભાગરૂપે ધારાસભ્‍ય, તાલુકા સેવા સદનના અધિકારીઓ તથા ચીફ ઓફીસર સહિતના સફાઇમાં જોડાયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. તાલુકા વહીવટી તંત્ર, નગરપાલીકા, હેલ્‍થ, પીજીવીસીએલ. તથા તાલુકા સેવા સદનના સયુંકત ઉપક્રમે આજરોજ મ્‍યુનિસીપલ સંચાલીત ગર્લ્‍સ સ્‍કુલ ખાતે ‘સેવા સેતુ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ તકે પ્રારંભે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, પ્રાંત અધિકારી સિધ્‍ધાર્થભાઇ ગઢવી, ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.

ઉપરોકત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ‘સ્‍વચ્‍છતા હી સેવા' ના પખવાળીયાના ભાગરૂપે ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, પ્રાંત સિધ્‍ધાર્થભાઇ ગઢવી, ચીફ ઓફીસર ગિરીશભાઇ સરૈયા, જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભા મઢવી, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા ઉપરાંત તાલુકા સેવા સદનના તથા પાલિકાના વહીવટી અધિકારીઓ આ સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયા હતાં.

આ તકે સેવા સેતુ કાર્યક્રમમાં આવતા અરજદારોને રોપા વિતરણ પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું. આજના આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ સરકારી કચેરીઓના અલગ-અલગ વિભાગો ઉભા કરવામાં આવેલ હતાં. જેથી તમામ અરજદારો સરળતાથી સેવાનો લાભ લઇ શકે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પાલીકા કર્મચારી હાર્દિકભાઇ સરૈયા (હેડ કલાર્ક), મહેશભાઇ ચૌહાણ (એન્‍જીનીયાર), પાર્થભાઇ સચાણીયા, આદિત્‍યભાઇ કરોત્રા, અનિલભાઇ સુમેસરા, રસિદભાઇ કુરેશી, રાખીબેન રાવલ, ડીમ્‍પલબેન ભટ્ટ, કૃર્ષિબેન પરાર, જીજ્ઞાબેન ભીંડોરા ઉપરાંત જીલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

આજના આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ સુધારણા વિભાગમાં સરવર ડાઉનના પ્રોબ્‍લેમ ઉભા થતા અરજદારોમાં કચવાટ જોવા મળ્‍યો હતો.

(12:14 PM IST)