News of Monday, 23rd September 2024
શેરબજારમાં રોકાણ કરવાના બ્હાને ફ્રોડ આચરતી ગેંગનો આરોપી રાજકોટનો જયંત જોષી દુબઇથી આવતા જ જામનગર પોલીસે ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩ : જામનગર જિલ્લામા ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને આરોપીઓએ વોટ્સએપ આઈ.ડી. પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપનીના શેર માર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી આરોપીઓએ મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ફરીયાદીના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવી ફરીયાદીશ્રીનો વિશ્વાસ કેળવી ફરીયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી રૂપીયા ૬૦,૩૬,૦૦૦/- ટ્રાન્સફર કરાવડાવી બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવી જે બાદ ફરીયાદીએ પોતાના રોકાણ કરેલ રૂપીયા વિડ્રો કરતા બનાવટી એપ માંથી રૂપીયા વિડ્રો ન થયેલ ન હોય આમ આરોપીઓએ ફરીયાદીશ્રી પાસેથી ઠગાઈથી રૂપીયા પડાવી લીધેલ જેથી આરોપીઓની સઘન તપાસ થવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચક્રો ગતીમાન કરેલ.
જે બાબતે આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમનાં પો.ઇન્સ શ્રી આઈ.એ.ધાસુરાની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહેલ દરમ્યાન ગુન્હા બાબતે ટેક્રિકલ એનાલિસીસ કરી હ્યુમન સોર્સિસ દ્વારા માહીતી એકત્રીત કરતા જણાય આવેલ કે ગુન્હામાં સંડોવાયેલ આરોપી દુબઈથી રાજકોટ ખાતે આવેલ હોય જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ પો.હેડ કોન્સ પ્રણવભાઇ કે. વસરા, પો.કોન્સ. દર્શીતભાઈ સીસોદીયા, પો.કોન્સ. કારુભાઈ વસરા, પો.કોન્સ. વીકીભાઇ ઝાલા દ્વારા રાજકોટ ખાતેથી આરોપીને પકડી પાડી અટક કરેલ તથા પુછપરછ કરતા ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવાની તપાસ ચાલુ હોય અને નીચે જણાવેલ આરોપીને ઝડપી પાડી ધોરણસર અટક કરી તપાસ માટે આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.પકડાયેલ આરોપીઃ જયંતીલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયત જોષી રહે. સાધુવાસવાણી રોડ, તા.જી.રાજકોટ એ સ્ટેપ-૧- વોટ્સએપ આઈ.ડી. પર મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવાની લોભામણી જાહેરાત આપેલ સ્ટેપ-૨-શેરમાર્કેટમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા વ્યક્તિઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર/ત્ભ્બ્ અપાવવાની લાલચ આપી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવુ. સ્ટેપ-૩- નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી બનાવટી એપમાં વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસમાં લઇ વધુ પૈસા ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન રૂપીયા ટ્રાન્સફર કરાવવા. સ્ટેપ-૪- ત્યારબાદ ઈન્વેસ્ટમેન્ટની લાલચે મોટી રકમનું ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરી ગુન્હાને અંજામ આપેલ.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
