હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોગસ ખેડુતની ઓળખ આપી જામનગરના શખ્સ સાથે ૧૭ લાખની છેતરપીંડી કરાઇ

જામનગર : અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં રાજાભાઈ દેવાભાઈ નંદાણીયા, ઉ.વ.પ૦, રે. ગ્રીનવીલા-૩, ફુડ રીસોર્ટનીસામે નાઘેડી પાટીયા પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૯-ર૦ર૪ના ફરીયાદી રાજાભાઈ ને કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના રે.સ.નં. ૬૮ વાળી ખેતીની જમીન આ.ર૧ વિઘા વેચાતી લેવાની હોય જેથી જમીન દલાલ આરોપી રમેશભાઈ ચનાભાઈ કરમુર અને આરોપી ઘનશ્યામસિંહ સોઢા તથા મનસુખ ભીખાભાઈ ભરવાડે સમાન ઈરાદો પાર પાડવા પુર્વ આયોજીત કાવતરૂ રચી જમીનના મુળ માલીક અશોકભાઈ દોંગા તથા દેવશીભાઈ દોંગા ને જાણ વગર બોગસ ખેડુત તરીકે આરોપીઓ ઘનશ્યામસિંહ સોઢા તથા મનસુખ ભીખાભાઈ ભરવાડ બતાવી તેઓએ ખોટા દસ્તાવેજો કરી નોટરી સમક્ષ આ જમીનનો બનાવટી વેચાણ કરાર કરી આપી તેમા મુળ માલિકની ખોટી સહીઓ કરી ફરીયાદી રાજાભાઈ પાસેથી સુથી પેટેના રૂ.૧૭,૧૧,૦૦૦/- પડાવી લઈ ફરીયાદી રાજાભાઈ સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ છે.
ટ્રકની ચોરી થયાની રાવ
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અબાસભાઈ અબાહસન મસ્કતી, ઉ.વ.પ૭, રે. મકવાણા સોસાયટી, હાપા રોડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, અબાસભાઈના નામે વેચાણ કરારથી ખરીદ કરેલ ટ્રક વર્ષ ર૦૦૮ નું મોડલ રર૧૪ અશોક લેલનન કંપનીનો ટ્રક બરહાની પાર્ક સોસાયટી, ના ઢાળીયાની સામેનના ભાગે ટ્રક જેના રજી.નં. જી.જે.૧૦-એકસ -૯૩૯૪ વાળો જેની કિંમત રૂ.૭,પ૦,૦૦૦/- જેમા રાખેલ આર.સી.બુક, પોલીસી, પી.યુ.સી. ફીટનેશ સર્ટીફીકેટ તથા ગુજરાત ટ્રાન્સપોર્ટેશનની પરમીટ વિગેરે કાગળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
જામજોધપુર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સ્વામીનારાયણ મંદિર સામે બસ સ્ટેન્ડ વાળી શેરીમાં જામજોધપુર ગામે આરોપી દેવુભાઈ પબુભાઈ સંઘ્યા, વ્રજલાલ રાઘવભાઈ માણસુરીયા, ઉકાભાઈ ભીમશીભાઈ આંબલીયા, નિલેશભાઈ રસીકભાઈ સાગેચા, મયુરભાઈ ગોવાભાઈ ચંદ્રવાડીયા રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૩પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
