<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

જુનાગઢ : બુધવારે પૂ. મહંત ગોપાલાનંદજી મહારાજની પૂણ્‍યતિથિ

કાલે રાજભા ગઢવી અને સાથી કલાકારોનો લોકડાયરો-સંતવાણીઃ બુધવારે શોભાયાત્રા નિકળશે, સંતો-મહંતોની ઉપસ્‍થિતિ : ભોજન પ્રસાદ : પૂ. મુકતાનંદ બાપુ દ્વારા જાહેર આમંત્રણ

જુનાગઢ : સમગ્ર ભારતભરમાં સનાતન ધર્મના પ્રચારક અને હીન્‍દુ ધર્મના આરાઘ્‍ય પુજનીય પરમ વંદનીય બ્રહમલીન સંત શ્રી ગોપાલાનંદજી મહારાજની છઠી પુણ્‍યતીથી તા.૨૫  બુધવારના  પુજય બાપુની   પુણ્‍યતીથી રાવતેશ્વર ધર્માલય ખાતે સભાપતિ શ્રી પંચ અગ્નિ અખાડા અધ્‍યક્ષ શ્રી મહંત શ્રી મુકતાનંદજી મહારાજની પ્રેરણાથી શ્રી સંપુર્ણાનંજી બાપુના માર્ગદર્શન નીચે  ઉજવવામાં આવશે.

પુજય બ્રહમલીન શ્રી ગોપાલનંદજી બાપુની પુણ્‍યતીથીની પુર્વ સંધ્‍યાએ રાવતેશ્વર ધર્માલય ખાતે તા. ૨૪ મંગળવારના  રાત્રે ૯ કલાકે લોક સાહીત્‍યકાર શ્રી રાજભા ગઢવી તથા અન્‍ય સાથી કલાકારોનો લોકડાયરો અને સંતવાણીના કાર્યક્રમ યોજાએલ છે.

તા ૨૫  બુધવાર પુજય બ્રહમલીન શ્રી ગોપાલાનંદજી બાપુની પુણ્‍યતીથી ના દિવસે  દિવ્‍ય શોભાયાત્રા સવારે ૮/૩૦ કલાકે રાવતેશ્વર ધર્માલયથી પ્રસ્‍થાન કરી બીલખા શહેરના મુખ્‍ય માર્ગો જેવા સોનીચોક શેઠચોક મેઈન બજાર તથા સ્‍ટેશન રોડ ઉપર ફરી પુજય બ્રહમલીન શ્રી ગોપાલાનંદજી બાપુની પ્રતિમાં ખાતે પુજન અર્ચન કરવામાં આવશે અને ત્‍યાથી રેલ્‍વે સટેશન થી સાઈડ ચોક થઈને રાવતપરા થઈ પરત રાવતેશ્વર ધર્માલય ખાતે પરત આવશે અને બપોરે ૧૨  કલાકે સમુહ ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે .

આ શોભાયાત્રામાં  શુશોભન કરેલા ટ્રેકટર મોટર કાર સાથે સતાધાર- પરબ-તથા-ગીરનાર ક્ષેત્ર જુનાગઢ તથા બીલખા ગામના સ્‍થાનિક તમામ સંતો મહંતો તથા આજુ બાજુ ગામડાના તમામ સંતો મહંતો  ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર બીલખાગામ રંગેચંગે આ પુણ્‍યતીથી ઉજવવા રંગે ચંગે ધજા પતાકા થી શણગારવા માટે થનગની રહ્યુ છે અને લોકોમાં પણ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

(1:45 PM IST)