News of Monday, 23rd September 2024
મહાન ભકત મીરાબાઇની ૫૨૫મી વર્ષગાંઠ નિમિતે દ્વારકામાં
ત્રિ-દિવસીય મીરા મહોત્સવઃ સાંજે હેમંત ચોૈહાણના ભજનો-નાટક

મીરાબાઇના જીવન પર અનુપ જલોટા- લલિતા ઘોડાદ્રાએ લહેરાવી ભજનોની સરવાણીઃ મીરા નૃત્ય નાટિકા નિહાળી નાગરિકો થયા મીરા ભકિતમાં મંત્રમુગ્ધ
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળિયા-દ્વારકા તા.૨૩: મહાન ભક્ત મીરાબાઈની ૫૨૫મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારશ્રીના સાંસ્કળતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી દિલ્હી, રમતગમત,યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓના વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સહયોગથી દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે ત્રણ દિવસીય ‘‘મીરા મહોત્સવ''નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં દેશ ઉન્નતિના શિખરો સર કરી રહ્યો છે. આજની યુવા પેઢી આઝાદી ચળવળો માટે સર્વસ્વ અર્પણ કરનાર મહાન સપૂતો તેમજ દેશની સાંસ્કળતિક વિરાસતથી માહિતગાર થાય તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વસવાટ કરતા નાગરિકો તથા પ્રવાસીઓ ભક્ત કવિયત્રી મીરાબાઈની જીવન વિશે માહિતગાર થાય તેમજ તેમના દ્વારા રચાયેલ ભજનો, પદો થકી કળષ્ણ ભક્તિનો મહિમા ઉજાગર કરવાના ઉમદા આશયથી ત્રી દિવસીય મીરા મહોત્સવ કાર્યક્રમ અદભુત સાંસ્કળતિક કાર્યક્રમમાં સૌ નાગરિકો સહભાગી થાય તેવો મારો અનુરોધ છે. કાર્યક્રમમાં શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા મીરા નળત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ લોક ગાયિકા લલિતા ઘોડાદ્રા તેમજ વિખ્યાત સંગીતકાર-ગાયક શ્રી અનુપ જલોટા દ્વારા મીરાબાઈ જીવન આધારિત ભજનોની સરવાણી ઉપસ્થિત સમક્ષ પ્રસ્તુત કરી હતી. શાબ્દિક સ્વાગત સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના સેક્રેટરી રાજુ દાસ તથા આભારવિધિ દ્વારકા પ્રાંત અધિકારી એ.એસ.અવતે દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી ઇન્દ્રજિતસિંહ ભાલા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી વિજય બુજડ સહિત ઉપસ્થિત નાગરિકો અદભુત કાર્યક્રમ નિહાળી ભક્તિરસમાં તરબોળ થયા હતા.
મીરા મહોત્સવમાં આજે સવારે ૧૦ વાગ્યે મધુરાની શુક્લ, નિરંજન રાજ્યગુરુ તથા કલ્યાણસિંહ શેખાવત દ્વારા શ્રી શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડીટોરિયમ, દ્વારકા ખાતે સંત મીરાબાઈના સંગીત અને સાહિત્ય પર સેમિનાર યોજાશે. તેમજ સાંજે શ્રી સિક્કિલ ગુરુચરણ, હેમંત ચૌહાણ દ્વારા ભજનો તથા કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા સાંવરે કે રંગ રાચી નળત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
