હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વજુભા બનેસંગ જાડેજાની હત્યાના આરોપી દશરથસિંહ રણુભા જાડેજા ના ૩ દિવસ ના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

કોશલ સવાજીયાણી, જામજોધપુર : ગઈ તારીખ 15 /7 /2024 ના રોજ, સાંજે ૮.૩૦ વાગ્યે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વજુભા બનેસંગ જાડેજાની હત્યા કરેલી લાશ, મૃત્યુ પામનારની પોતાની વાડીમાંથી મળી આવતા તે બાબતે મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બનાવ વખતે આરોપીનું નામ જાણવા મળેલ ન હતું. પરંતુ ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન આ ખૂન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિએ કરેલ હોવાનું ખુલવા પામતા દશરથસિંહની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે આ દશરથસિંહ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરનાર અમલદાર સમક્ષ સરેન્ડર થતાં તેને અટક કરવામાં આવેલો, તેમજ હાલ તેની પૂછપરછ ચાલુ છે.
નામદાર કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જેમાં કોર્ટે આરોપીના ૩ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીની પૂછપરછ કરાતા, આરોપી દ્વારા જણાવવામાં આવેલ છે કે, 2012 ની સાલમાં મરણ જનરલ વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવેલ હતો જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનું મૃત્યુ થયેલ હતું. જે બનાવ બાબતે જેતે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે મૃત્યુ પામનારના દિકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આરોપીએ પોતાના કાકા તથા પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વજુભા નું ખૂન કરેલ છે તેમ જણાવ્યું હતું. આ ગુનો કરવા માટે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ તલવાર, ખાખરડા ગામના આશાપુરા માતાજીના મંદિર ખાતેથી બનાવના બીજા દિવસે કબજે કરવામાં આવેલ હતી. અત્યાર સુધીની તપાસમાં આ ગુનો આચરવામાં અન્ય કોઈ સહ આરોપીઓ સામેલ હોવાની કોઈ હકીકત જણાઈ આવેલ નથી. આરોપી વિરુદ્ધ અન્ય પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
