News of Tuesday, 24th September 2024
મૈત્રી કરારથી ભૂજમાં રહેતી માળિયાહાટીનાની યુવતીને મરવા માટે મજબૂર કરાઇ
કડાયા ગીરના રહેવાસી હરેશ ધરમશી પટેલે આ મામલે આરોપી પરેશ દેવજી પટેલ સામે ગુનો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : ભુજના માધાપર ગામે ૪૦ વર્ષીય યુવતીના એસિડ ગટગટાવી જાતે જીવ દઈ દેવાના મામલે તેણીને મરવા માટે મજબૂર કરાઈ હોવાનો ગુનો માધાપર પોલીસ ચોકીએ દાખલ કરાયો છે. સૌરાષ્ટ્રના માળિયાહાટીના ના કડાયા ગીર ના રહેવાસી હરેશ ધરમશી પટેલે આ મામલે આરોપી પરેશ દેવજી પટેલ સામે ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ મુજબ તેમના ૪૦ વર્ષીય બહેન નિરુપા ધરમશી પટેલને આરોપી પરેશ દેવજી પટેલ ત્રણ મહિના પહેલા ભગાડી માધાપર ભુજમાં લઇ આવ્યો હતો. અહીં બંને મૈત્રી કરારથી રહેતા હતા.
પરંતુ આરોપી પરેશ ફરિયાદીની બહેન નિરુપાને બરાબર રાખતો નહોતો. જેથી ગત ૨૦/૯ ના નિરૂપાબેને એસિડ પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
