તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th September 2024
જ્યાં ૫૦૦થી વધુ ગૌવંશનો નીભાવ થાય છે તે લોધીકા ગૌશાળામાં ગાયોના લાભાર્થે રામામંડળનો કાર્યક્રમ
રવિવારે જય ખોડીયાર રામામંડળ ભાડુકીયા ધામનું રામામંડળ ધુમ મચાવશે

(સલીમ વલોરા દ્વારા)લોધીકા તારીખ ૨૪: ૩૩ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગાય માતા અને ગૌવંશની સેવાᅠ લોધિકા ની રામધણ ગૌશાળામાં છેલ્લા ૧૫ વર્ષથી અવિરત ચાલી રહી છે જયાં ૫૦૦થી વધુ ગૌવંશનો નિભાવ થઈ રહેલ છે.
આ ગૌશાળાની ગાયોના લાભાર્થે તારીખ ૨૯ના રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે.આ ગૌશાળા ની ૧૫ વર્ષ પહેલાં નાના પાયે શરૂઆત થઈ ગૌવ પ્રેમીઓ દ્વારા રખડતી ભટકતી નિરાધાર ગૌવંશને આશરો આપી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ધીરે-ધીરે શરૂ થયેલ આ સેવા કાર્યને ગામ સમસ્ત સાથ મળતો ગયો અને પરિણામ સ્વરૂપે આજે વિશાળ જગ્યામાં રામધણ ગૌશાળાનું નિર્માણ થયેલ છે.
ગૌશાળાનું નિર્માણ આયોજન બંધ રીતે કરવામાં આવેલ છે ઘાસચારાના માટે વિશાળ ગોડાઉન ઉભા કરવામાં આવેલ છે પીવાના પાણીની વ્યવસ્થા લીલા સૂકા ઘાસચારાની વ્યવસ્થા સુંદર રીતે થયેલ છે અહીં દરેક ગૌવંશની પ્રેમપૂર્વક સંભાળ રાખવામાં આવે છે ગૌશાળાનું સંચાલન ગામ સમસ્તના સહકાર તેમજ રામધણ ગૌશાળાના સેવાભાવીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે થાય છે ગૌશાળાના નિભાવ માટે કાયમી આવકનું સાધન નથી તે માટે દાતાઓનો સહયોગ ઉપરાંત ગૌશાળાની બેન્ડ પાર્ટી દ્વારા જે કંઈ રકમ મળે તેના દ્વારા ગૌશાળા નો નિભાવ થઈ રહેલ છે આશરો લઈ રહેલ ગાયોમાંથી દૂધ આપતી ગાયોના દૂધનું વેચાણ કરવામાં આવતું નથી દૂધનો ઉપયોગ વાછરડાને પાવામાં કરવામાં આવે છે.
ભાદરવો માસ ચાલી રહેલ છે શ્રાદ્ધના દિવસોમાં દાન ધર્મ અને ગૌમાતાની સેવાનુ વિશેષ મહત્વ હોય છે ત્યારે તારીખ ૨૯ ને રવિવારે જય ખોડીયાર રામામંડળ ભાડુકીયા ધામનું વિખ્યાત રામામંડળનું સુંદર આયોજન ગાયોના લાભાર્થે કરવામાં આવેલ છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
