News of Tuesday, 24th September 2024
ઉપલેટા નાગનાથ ચોકનો એસ.ટી. સ્ટોપ બંધ થતા પેસેન્જર ઉંચા ભાડાના ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે મજબૂર

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૪: છેલ્લા પાંચ છ મહિનાથી અહીંના મોજ નદીના પુલ ઉપરથી વાહનો ન ચલાવવાના કલેકટરના જાહેરનામાને કારણે એસ.ટી.એ રાજકોટ જૂનાગઢ સહિતના બસોના નાગનાથ ચોકનો સ્ટોપ બંધ કર્યો છે એના કારણે દ્વારકાધીશ મીરાનગર આનંદનગર અશોકનગર દ્વારકા પુરી ભક્તિ ધામ ઘનશ્યામનગર સોનલનગર જડેશ્વર વિસ્તાર કોળીવાડા નવાપરા નવયુગ વિસ્તાર ડો ટોલીયા રોડ દોશી શેરી નટવર રોડ બોડકાપા વોરા શેરી સોલંકી ફરી સોની બજાર હવેલી વિસ્તાર જીકરીયા ચોક દરબારગઢ વિસ્તાર પંચહાટડી ગાંધીચોક ફુલારા મેન્સન વીજળી રોડ સહિત અર્ધ ઉપલેટાના પેસેન્જર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ખાનગી વાહનો વાળા પાસે ઊંચા ભાડામાં લૂંટાઈ રહ્યા છે તેને કારણે હાલમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થયો છે.
એસટી બસમાં જુનાગઢ થી ઉપલેટા આવવાના રૂપિયા ૫૦ નાગનાથનો સ્ટોપ બંધ હોવાથી બસ સ્ટેન્ડ ઉતરો એટલે ઘેર આવવાના રીક્ષા ના રૂપિયા ૭૦ થી ૮૦ બેસે ઉપલેટા વિસ્તારના લોકોને ધોરાજી જેતપુર ગોંડલ વીરપુર રાજકોટ જુનાગઢ સાથે ધંધાકીય નોકરી સામાજિક સહિતનો વ્યવહાર વધુ છે ત્યાર આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જુનાગઢ ડિવિઝનમાં ડીસીને રજૂઆત કરી નાગનાથ ચોક ને સ્ટોપ મળે તેમ કરવું જોઈએ તેવી લોક માગણી પ્રવર્તે છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
